જુનાગઢ જિલ્લામાં ગતરાત્રે પોલીસે પાંચ સ્થળોએ દરોડા પાડી પત્તા ટચિંતા વધુ ૪૫ ખેલંદાઓને ઝડપી લીધા હતા. પોલીસે પાંચેય સ્થળોએથી રોકડ, મોબાઈલ તથા વાહનો મળી કુલ ૪.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વિસાવદરનાં લોહાણા મહાજનવંડી નજીક રહેતા દિપક જેઠામાણેકનાં મકાનમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી પીએસઆઈ સિંધી સહિતના સ્ટાફે દરોડો પાડી દિપક જેઠા સહિત ૧૧ શખ્સોને ૨૨૭૦૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. આર.પી. ઘરસંડીયાએ બિલખા રોડ પર આવેલા પાઠક નગર રહેતા યાકુબ હાજીના ઘર પર દરોડો પાડી જુગાર રમતા તાજખા અલીખા, ઈકબાલ હમીદ, ફિરોઝ સાલમ તથા નાથા ઉર્ફે ઘેલા નારણને ઝડપી લઈ ૧૨૭૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે તાલુકા પીએસઆઈ બાંભણીયાએ સાબલપુરમાં સોરઠ ટાયર નામની દુકાનમાં દરોડો પાડી કેશુ રવજી વસોયા, તથા કિશોર મંગા પરમાર સહિત દસ શખ્સોને ૪૯ હજાર રોકડા તથા મોબાઈલ તથા વાહનો મળી કુલ ૧.૦૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કોડીનાર પીઆઈ જી.એન. ઝાલા તથા એલસીબીના સ્ટાફે આજે વહેલી સવારે વીરા પીઠા બારીયાના મકાનમાં દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા પ્રફુલભાઈ તન્ના, અનિલ પરસોત્તમ તથા અમીત નંદલાલ સહિત ૧૩ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસે દોઢ લાખ રૂપિયા રોકડા, ૨૦ હજારની કિંમતના મોબાઈલ ફોન તેમજ ૯૦ હજારની કિંમતના વાહનો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કેશોદ તાલુકાનાં કરેણીમાં પીએસઆઈ આચાર્ય સહિતનાં સ્ટાફે દરોડો પાડી કિરીટ સહિત નવ શખ્સોને ઝડપી લીધા હતા.