ભાવનગર જૈન શ્વેતાંબર તપાસંઘ દ્વારા સંચાલિત શાસ્ત્રીનગર વિભાગમાં આવેલા શ્રી સુમતિનાથ દાદાના જિનાલયની ૩૧મી વર્ષગાંઠ નિમિતે તા. ૫ રવિવારે સમસ્ત ભાવનગર જૈન સંઘનું સ્વામિ વાત્સલ્ય રાખવામાં આવેલ છે.
આ શુભ પ્રસંગે પ.પૂ.આ.ભ. પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ મુનભિગવંતો તથા સાધ્વીજી ગણ સાથે રવિવારે સવારે પધારશે. જેમનું સવારે ૭ કલાકે વડલાથી ભવ્ય સામૈયું કરવામાં આવશે. સવારે ૮-૧૫ કલાકે શેઠ વિટ્ઠલદાસ લલ્લુભાઇ ઘીવાળા તરફથી મહાવીર જૈન સોેસાયટીની નોૈકારશી રાખવામાં આવી છે.ત્યારબાદ ૯ કલાકે આચાર્ય ભગવંતનું પ્રવચન, ધ્વજારોપણ યોજાશે.
સવારે ૧૧થી ૩ દરમ્યાન શ્રી મેરૂ ઉધાન ઉપાશ્રય વિજયરાજનગર ખાતે સમસ્ત ભાવનગર જૈન સંઘનું સ્વામી વાત્સલ્ય રખાયું છે. આ શુભ અવસરે પધારેલા સંઘના દરેક ભાઇ-બહેનોનું તિલક કરી શાહ પ્રભાલક્ષ્મીબેન ભોગીલાલ વેલચંદ ધારશીભાઇ વલભીપુરવાળા સહપરિવાર તરફથી સંઘપૂજન કરવામાં આવશે. જેનો સર્વેને લાભ લેવા અનુરોધ કરાયો છે.
વર્ષગાંઠ નિમિતે ભવ્યાતભિવ્ય આંગી કરવામાં આવશે. તેzમજ વિભાગમાં દરેક ઘરે દીવા પ્રગટાવાશે તેમજ લીલા તોરણ બાંધવામાં આવશે. આ પ્રસંગે તા.૬ સોમવારે સવારે ૧૧થી ૫ દરમ્યાન ઉપરોકત સ્થળે સંઘ શેષ અપાશે. જે લેવા સાધારણ કાર્ડ સાથે રાખવા જણાવાયું છે.
આચાર્યના પગલા અને સાંજે કુમારપાળ મહારાજાની શોભાયાત્રા નીકળશે
પ.પૂ. આચાર્ય પ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા. રવિવારે સવારે ૭ કલાકે મહેન્દ્રભાઈ રતિલાલ શાહના નિવાસસ્થાને (‘નવકાર’ ૮૪-બી, શાસ્ત્રીનગર બસસ્ટેન્ડ સામે, વિજયરાજનગર) સકળ સંઘ સાથે વાજતેગાજતે પધારશે. આજ સ્થળેથી સાંજે ૬-૩૦ કલાકે આ પરિવારને આરતીનો આદેશ મળતા કુમારપાળ મહારાજાની શોભાયાત્રા- બેન્ડવાજા સથ્થે નીકળશે અને સુમતિનાથ જીનાલય શાસ્ત્રીનગર ખાતે ચતુવિgધ સંઘ સાથે આરતી ઉતારાશે. આ બન્ને પ્રસંગોએ સકળ સંઘને પધારવા મહેન્દ્રભાઈ શાહ પરિવાર તરફથી નિમંત્રણ પાઠવાયેલ છે.