શીલ તાબેનાં મેખડી ગામેથી પોલીસે રેઇડ કરી ૩ જુગારીઓને R ૫૧૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જ્યારે ૭ શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યા હતાં.
માંગરોળનાં શીલ તાબેનાં મેખડી ગામેથી પીએસઆઇ વિંઝુડા અને તેમના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન જાહેરમાં જુગાર રમતા રાજુ ડાયા માવદીયા, કારા રાજા ડાકી અને રાજશી આણંદ વાજાને R ૫૧૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જ્યારે હિરા પોલા ડાકી, લખમણ વજશી સોલંકી, રાજુ ગગા બારૈયા, મેરખી પાંચા ચાવડા, ડાયા ભુરા, દાના ઉકા કરગઠીયા અને નિલેશ વિનુ ભૂતિયા પોલીસને જોઇ નાસી છુટયા હતાં. પોલીસે નાસી છુટેલા જુગારીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
માણાવદરના સણોસરામાંથી જુગારધામ ઝડપાયું
માણાવદર : તાલુકાના સણોસરા ગામે જુગારધામ ધમધમતુ હોવાની ચોક્કસ બાતમી એલસીબી પીઆઈ મહાવીરસિંહ રાણાને મળી હતી. જેને પગલે તેમને સ્ટાફ સાથે ગત મોડી રાત્રીના સમયે સણોસરાના રસીક મનજી ભીમાણીના મકાનમાં રેઈડ પાડી મકાન માલિક રસિક સહિત દિનેશ મનજી, સુરેશ કરમણ, જેન્તી કરમણ, દિનેશ ધરમશી, ચંદ્રકાન્ત રવજી, મહેશ શાંતિ, પ્રવિણ નાનજી, પ્રકાશ રમણીક અને વૃજલાલ જીવરાજને પત્તા ટચિંતા ઝડપી લીધા હતા.