Advertisement
Home >> Saurashtra >> Rajkot District >> Morbi >> રેપ કરનારને તડપાવીને મારો અને તેનું લાઇવ પ્રસારણ કરો

રેપ કરનારને તડપાવીને મારો અને તેનું લાઇવ પ્રસારણ કરો

ભાસ્કર ન્યૂઝ રાજકોટ | Dec 22, 2012, 04:01AM IST
 
 

દિલ્હીમાં યુવતી પર થયેલા ગેંગરેપના વિરોધની જવાળાઓ હવે રાજકોટ સુધી પહોંચી છે. આજે ફિઝિયોથેરેપીની વિધ્યાર્થિનીઓએ એક વિશાળ રેલી કાઢીને આ મુદ્દે અત્યંત ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રાજકોટની યુવતીઓ-સ્ત્રીઓ સલામત રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની ખાતરી માંગી હતી. આગામી દિવસોમાં દેશમાં આવા બનાવો ન થાય તે માટે જે આંદોલનો જયાં જયાં થઇ રહ્યાં છે તેને પોતાનો સંપૂર્ણ ટેકો છે તેવું આ વિધ્યાર્થિનીઓએ જણાવ્યું હતું. આવતીકાલે પણ તેઓ રેલી કાઢશે.

રાજકોટના કોટેચા ચોક ખાતેથી આજે વિધ્યાર્થિનીઓની વિશાળ રેલી નીકળી હતી. યુવતીઓના હાથમાં ‘બળાત્કારીઓને સજા કરો’ વગેરે સૂત્રો લખેલાં બોર્ડ હતા. દિલ્હીમાં બનેલી ઘટનાના વિરોધમાં આ રેલી નીકળી હતી. વિધ્યાર્થિનીઓની આ રેલીનું નેતૃત્વ લેનાર કોમલ જોશી, અંજલિ ગણાત્રા, પ્રિયા વ્યાસ, નિરાલી સિંડોરિયાએ કહ્યું કે અમે આ લડતમાં સક્રિય છીએ અને આગામી દિવસોમાં પણ આંદોલનાત્મક કાર્યક્રમો આપશું. કોટેચાચોકથી નીકળેલી આ રેલી હોસ્પિટલ ચોક થઇને પોલીસ કમિશનર ઓફિસે પહોંચી હતી જયાં કમિશનરને આવેદન અપાયું હતું અને આવા બનાવો અંગે ઉગ્ર રજુઆત કરાઇ હતી. દિલ્હીમાં બનેલી આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.રાજકોટની અન્ય સંસ્થાઓ,શાળાઓ પણ આ મુદ્દે રેલીનું આયોજન કરશે તેવા નિદેઁશ મળી રહ્યા છે. ક્યાંય પણ આવી કોઇ ઘટના બને તે પ્ર®ન આખા દેશનો છે. તેથી જાગવું જરૂરી છે.
 
 
 

Your Opinion
 
 
Code:
1 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment