માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિકાસ કાર્યો ગુણવતા સભર રીતે સમયસર અને ચીવટથી સંપન્ન કરવા ભાવનગરમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓની બેઠકમાં મંત્રી આનંદીબેન પટેલે શીખ આપી હતી.
આ વેળા મંત્રીએ ભાવ. જિલ્લામાં ૩૧ માર્ચ ૨૦૧૧ અંતિત વિવિધ સદરો હેઠળ કુલ ૫૦ વિકાસ કાર્યોને રૂ.૧૧૭૮૩ લાખના ખર્ચે વહિવટી મંજુરી આપી છે તે કામોની સમીક્ષા કરી હતી. તેમજ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષોમાં રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓના ૫૩૦ કામો R ૨૩૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવતા ૧૩૨૩.૫૨ કિમી લંબાઇના રસ્તાઓની સવલત ઉપલબ્ધ થઇ રહી છે.
જ્યારે ૨૦૧૦-૧૧ના વર્ષમાં રૂ.૪૨૩ કરોડના ખર્ચે ૧૫૦૦ કિમીની લંબાઇ ધરાવતા ૪૧૮ રસ્તાઓના કામો પૂર્ણ કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. તેવી માહિતી આ બેઠકમાં અપાઇ હતી. આ બેઠકમાં માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.