Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

ભાવનગરમાં ટ્યુશનની ૧૦ ફરિયાદ છતાં એક પણ રેડ નહી

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 4:30 AM [IST](13/02/2012)
 
 
 
 
Advertisement
 
શિક્ષક શાળામાં ભણાવતો હોય તે ટ્યૂશન કરાવી શકે નહીં કે ટ્યૂશન માટે દબાણ પણ કરી શકે નહીં

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક સ્કૂલના ડાયરેકટર દ્વારા વિદ્યાર્થીઓને ટ્યૂશન માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સ્કૂલ મેનેજમેન્ટને મળ્યા બાદ ડાયરેકટરનું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. આ સામે ભાવનગરમાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે ૧૦ જેટલી ફરિયાદ થઇ હોવા છતાં એક પણ રેડ પડી નથી! જે દશાર્વે છે કે ભાવનગરમાં ટ્યુશનના શિક્ષકોની છેક ઉંચે સુધી છે બાકી નાના-નાના છોકરા પણ જાણે છે કે ભાવનગર શહેરમાં ગલીએ-ગલીએ ટ્યુશનના હાટડા છે.

ટ્યૂશન માટે શિક્ષકો કેવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે તે બાબતમાં ઉંડા ઉતરીયે તો ટ્યૂશન કરાવવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓને સીધા જ કહેવાના બદલે તેમને શાળાકીય પરીક્ષામાં તેમના વિષયમાં નાપાસ કરે છે અથવા તો તેના પ્રોગ્રેસ રિપોર્ટમાં મહેનતની જરૂર છે તેવી નોંધ મૂકતા હોય છે. ત્યાર બાદ વિદ્યાર્થી કે વાલી શિક્ષકનો તે મુદ્દાને લઇ સંપર્ક કરે ત્યારે શિક્ષક તેમને ટ્યૂશન માટે સમજાવે છે અને ટ્યૂશન રખાયા બાદ તેના પરિણામમાં સુધારો બતાવી વિદ્યાર્થી હોશિયાર થયો છે તેવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે.

ભાવનગરમાં પણ પગલાં લઇ શકાય કે કેમ? આ અંગે ટ્યુશન અંગે નિયમો જાણવા જરૂરી છે. કોઇ પણ શિક્ષક શાળામાં ભણાવતો હોય તે વિદ્યાર્થીને ટ્યૂશન કરાવી શકે નહીં અને ટ્યૂશન માટે દબાણ પણ કરી શકે નહીં. જો શિક્ષક વિદ્યાર્થીને ટ્યૂશન કરાવતો હોય અથવા તો દબાણ કરતો હોય તો તે અંગે ડીઇઓ ઓફિસ, કમિશનર ઓફ સ્કૂલ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ફરિયાદ કરી શકાય છે.

રાજ્યના આંકડા મુજબ ટ્યૂશનની સમગ્ર રાજ્યમાં૧૨૧૪ સ્થળોએથી ફરિયાદ આવી છે તે પૈકી ૩૧૩ સ્થળોએ રેડ પાડી ૯૫ શિક્ષકોને ટ્યૂશન કરતાં પકડી લેવાયા છે.

ખાનગી શાળાના શિક્ષકોની મુખ્ય આવક ટ્યૂશન !

ખાનગી શાળાઓમાં અને તેમાં પણ ખાસ કરીને સારી ગણાતી શાળાના શિક્ષકોની મુખ્ય આવક પગાર નહીં પરંતુ ટ્યૂશન જ હોય છે. આવા શિક્ષકોને માત્ર R ૨,૫૦૦થી ૩,૫૦૦ જેટલો પગાર મળે છે. જ્યારે તેઓ માસિક ટ્યૂશનમાંથી R ૧૫થી ૨૦ હજાર કમાઇ લેતા હોય છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.