-અડદની દાળ અને ચોખાને ધોઈને બે અલગ અલગ વાડકામાં 3 કલાક સુધી પાણીમાં પલાળી રાખો.
-હવે તેને મિક્શરમાં ક્રશ કરી ખીરુ તૈયાર કરો તેમાં થોડુ મીઠુ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો પણ ઉમેરો.
-હવે ઝીણા સમારેલા લીલા મરચાં, ડુંગળી ટામેટા તૈયાર રાખો
-નોનસ્ટિક પેન અથવા તવાને ગેસ પર મૂકી મઘ્યમ આંચ પર ગરમ કરો.
-ખીરાને પાથરવા માટે ચમચીનો ઉપયોગ કરો અને તેની આસપાસ તેલ મૂકો અને પેનને થોડી વાર ઢાંકી દો.
-આંચ મઘ્યમથી ઓછાની વચ્ચે હોવી જોઈએ.
-જ્યારે ઉત્તપમ બ્રાઉન રંગનો થઈ જાય ત્યારે તેને પેનમાં જ બીજી બાજુ પર ફેરવી દો.
-બીજી બાજુ પણ આવી જ રીતે શેકો.
-લ્યો તૈયાર છે ઉત્તપમ તેને નાળિયેરની ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.