રીત:
-સૌ પ્રથમ યોગ્ય વાસાણ માં થોડું ઘી લઇ ને હલકી આંચે ગરમ કરો
-તેમાં રાઈ ને જીરું ઉમેરો ત્યાર બાદ તેમાં ડુંગળીના જીણા ટુકડા સાંતળો,
-જેવો કાંદા નો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચા ના ટુકડા ને અડદ દાળ ઉમેરો
-ત્યાર બાદ તેમાં ગાજર ને વટાણા નાખી ને મિશ્રણ ને બરાબર થી હલાવો ને થોડી વાર ચઢવા દો
-ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો
-તેમાં પાણી અને છાશ ઉમેરો
-રવા ને પાણી નું પ્રમાણ ૧:૨ નું રાખવું , સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
-એક મહત્વ નો મુદ્દો યાદ રાખવો કે રવા માં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણ ને હલાવતું રેહો
-નહિતર રવામાંગટ્ટા થઇ જાશે, બસ થોડી વાર માં રવો બધું પાણી શોષી લેશે
-લ્યો તૈયાર છે ગરમા ગરમ ઉપમા