સોમવતી શિવરાત્રી નિમિત્તે બનાવો 'ઠંડાઈ'
સામગ્રી
1 1/2 લીટર પાણી
1 1/2 કપ ખાંડ
1 કપ દૂધ
1 ટેબલ સ્પૂન બદામનો ભૂકો
1 ટેબલ સપૂન તરબૂચના બી
1/2 ટી સ્પૂન ખસખસ
1/2 ટી સ્પૂન કેસર
1/2 ટેબલ સ્પૂન વરીયાળી
1/2 ટેબલ સ્પૂન એલચી પાવડર
1 ટેબલ સ્પૂન કાળામરી પીસેલા
1.5 ભાંગની ગોળી
1/4 કપ સુકી ગુલાબની પાંખડીઓ
રીત
-એક તપેલીમાં પાણી અને ખાંડ બરાબર મિક્સ કરો, તેને કલાક જેવું રહેવા દો
-હવે એક બાઉલમાં દરેક વરિયાળી બદામ કેસર એલચી પાઉડર કાળામરી ભાંગ ગુલાબની પાંદળી બધુ જ મિક્સ કરી લો
-હવે તેમાં થોડુ પાણી ઉમેરી તેની થોડી થીક પેસ્ટ બનાવી લો.
-હવે એક તપેલાંમાં દૂધ અને ખાંડવાળુ પાણી મિક્સ કરો તેમાં આ પેસ્ટ ઉમેરો
-બધુ જ બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ફ્રિજમાં ઠંડુ થવા મુકો
-સર્વ કરતાં પહેલાં ગુલાબની પાંદડી અને બદામની કતરણથી ગાર્નિશ કરો