1/2 કપ પનીર છીણેલું
1 નાની ડુંગળી સમારેલી
1/2 કપ ઝીણી સમારેલી કોબી
1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ
2 લીલા મરચાં સમારેલા
મીઠું અને મરી પાવડર સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન તેલ
2 કપ મેંદો
તેલ તળવા માટે
2 ટીસ્પૂન મલાઈ
રીત:
- મેંદા તેલ અને મલાઈ ભેળવીને બરાબર મિક્સ કરીને નરમ કણક ગૂંથી લો.
- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી સાંતળો.
- પછી કોબી, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, મરી પાવડર, છીણેલું પનીર અને મીઠું ઉમેરીને ફ્રાઈ કરી લો.
- મિશ્રણને બાજુ પર રાખી દો.
- મેંદાની કણકમાંથી રોટલીઓ વણો.
- તેમાં વચ્ચે તૈયાર કરેલું મિશ્રણ પાથરો અને તેને રોલ કરી લો.
- બન્ને ખુલ્લા છેડા બંધ કરી લો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને આ રોલને તળી લો.
- દરેક રોલના ટુકડા કરીને સોસ સાથે સર્વ કરી શકો છો.
આના મિશ્રણમાં તમે ઈચ્છો તો ફણસી, ગાજર અને લસણ પણ લઈ શકો છો.