-અડદની દાળને પલાળી, નિતારીને ગ્રાઇન્ડ કરી ખીરું બનાવો.
-તેમાં કોપરાંના ટુકડા, લીલા મરચાં, આદું અને મીઠું નાખી ખીરાને ખૂબ હલાવી એકરસ કરો.
-એક કડાઇમાં તેલ ગરમ કરો.
-હથેળીને પાણીવાળી કરી ખીરામાંથી વડા લઇ તેલમાં મૂકો અને આછા બ્રાઉન રંગના તળો.
-રસમ બનાવવા માટે તુવેરની દાળમાં એક કપ પાણી રેડી બરાબર બફાવા દો.
-તેમાં સમારેલાં ટામેટાં, એક કપ પાણી અને મીઠું નાખી ટામેટાં બફાઇ જાય ત્યાં સુધી ઉકાળો.
-પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, રાઇ, લાલ મરચાં અને લીમડાનો વઘાર કરો.
-ટામેટાંવાળી દાળને ગાળી લઇ તેને મિક્સરમાં એકરસ કરો.
-બાકી રહેલું પાણી તેમાં ભેળવો.
-તેમાં પ્યોરી ભેળવો. રસમ પાઉડર, આમલીનો રસ, ગોળ અને મીઠું ભેળવો.
-સમારેલી કોથમીર નાખી બે-ત્રણ મિનિટ ઉકળવા દો.
-વડાને સર્વિંગ બાઉલમાં ગોઠવી તેના પર ગરમ રસમ રેડો અને તરત જ સર્વ કરો.