Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Gujarati Recipes
 

બનાવો, રગડા પેટિસ

 
Source: Recipy Desk   |   Last Updated 3:06 PM [IST](24/01/2012)
 
 
 
 
 
રગડા પેટિસ

સામગ્રી:

3 બટાટા
1/4 ટેબલસ્પૂન ધાણા પાવડર
1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1/4 ટેબલસ્પૂન જીરુ
1/4 ટેબલસ્પૂન હળદર
બ્રેડનો ભૂકો
તેલ
સ્વાદ અનુસાર મીઠું

રગડા માટે:

1 ટેબલસ્પૂન ચાટ મસાલો
1/2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 કપ દેશી વટાણા
1/4 ટેબલસ્પૂન બેકિંગ સોડા
1/4 ટેબલસ્પૂન તેલ
1/4 કપ દહીં
1 ડુંગળી
1 ટમેટું
1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો
1/4 ટેબલસ્પૂન હળદર
1/2 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર
લીલા ધાણા
સ્વાદ અનુસાર મીઠું

રીત:

પેટિસ માટે:

- બટાટાને ધોઈને બાફી લો અને પછી સ્મેસ કરી લો.
- બટાટાને એક બાઉલમાં લઈને તેમાં આદુ-લસણની પેસ્ટ, ધાણા પાવડર, જીરુ, હળદર અને મીઠુંઉમેરો
- બરાબર મિક્સ કરીને નરમ કણક બાંધો.
- હવે તેમાં બ્રેડનો ભૂકો મિક્સ કરો અને બરાબર મિક્સ કરો.
- તેમાંથી નાની પેટિસ વાળી લો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પેટિસને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.
- તળેલી પેટિસને ટિશ્યુ પેપર પર રાખીને ડ્રાય કરીને બાજુ પર રાખી દો.

રગડા માટે:

- વટાણાને ધોઈને 6-8 કલાક માટે પલાળી રાખો.
- ચણાને બેકિંગ પાવડર નાંખીને પ્રેશર કૂકરમાં બાફી લો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીને સમારીને તેમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લો.
- તેમાં આદુ-લસણની પેસ્ટ, હળદર પાવડર. ગરમ મસાલો, ચાટ પાવડર, લાલ મરચાનો પાવડર ઉમેરીને 30 સેકન્ડ માટે સાંતળો.
- હવે તેમાં ટમેટાં અને મીઠું ઉમેરો.
- કઢાઈને ઢાંકીને મધ્યમ આંચ પર 3-5 મિનીટ માટે ઉકાળો.
- તેમાં બાફેલા ચણા, પાણી અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો.
- ફરીથી ઢાંકીને 3-4 મિનીટ સુધી ઉકળવા દો.

રગડાં પેટિસ:

- સાથે આંમલીની ચટણી અને ફૂદિનાની ચટણી બનાવી શકો છો.
- એક પ્લેટમાં પેટિસ લો. તેના પર રગડો રેડીને પાથરો.
- તેના પર આંમલીની ચટણી અને ફૂદિનાની ચટણી પર મૂકો.
- તમે ઈચ્છો તો તેના પર સેવ અને લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.