રીત:
-મેદામાં મીઠું અને ગરમ ઘી નાખી મુલાયમ કણક બાંધો.
-આ કણકના એક સરખા 12 જેટલાં લુઆ બનાવી લો.
-પૂરણ તૈયાર કરવા એક પેનમાં થોડુ તેલ ગરમ કરો, તેમાં વરિયાળી, તમાલ પત્ર, કલૌંજી, લીલુ મરચું અને ડુંગળી
નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો
-તેમાં બેસન, ધાણાજીરુ પાઉડર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠુ ઉમેરી 2-3 મિનીટ સુધી સાંતળો
-આ પુરણમાં કોથમીર ઉમેરી તેમાંથી તમાલ પત્ર કાઢી નાખો. તેને થોડું ઠંડુ પડવા દો
-કચોરી બનાવા મેદાના પ્રત્યેક લુવાને 2 ઈંચ જેટલાં મોટા ગોળાકારમાં વણો
-તેમાં પુરણનું મિશ્રણ ભરો અને તેને વ્યવસ્થિત રીતે બંધ કરી અંગુઠાથી દબાવો
-ધ્યાન રાખો મિશ્રણ બહાર ન આવે કે લુવો ફાટી ન જાય
-આ રીતે બધી જ કચોરીઓ ભરી લો
-એક કઢાઈમાં તેલ ઉમેરી તેને ધીમા તાપે ડીપ ફ્રાય કરો,
-તેને તળાતા ઘણો સમય લાગે છે
-આ ગરમ ગરમ કચોરીને તમે ટોમેટો સોસ અને લીલી ચટની સાથે સર્વ કરી શકો