- તેલ સિવાયની પકોડાની બધી સામગ્રી મિક્સ કરો અને તેમાં 1/2 કપ પાણી ઉમેરીને બરાબર હલાવો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરો. બધા શાકભાજીને ચણાનાં લોટના મિશ્રણમાં બોળીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળી લો.
- હવે દહીંને ફીણી લો અને તેમાં ચણાનો લોટ ઉમેરો.
- ગાંઠા ન વળે તેનું ધ્યાન રાખીને બરાબર હલાવો. તેમાં હળદર, મીઠું અને 3 કપ પાણી ઉમેરો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં મેથીના દાણા અને લાલ મરચાં ઉમેરો. અડધી મિનીટ સુધી સાંતળો.
- તેમાં ચણાના લોટ અને દહીંનુ મિશ્રણ ઉમેરો. મિશ્રણને ધીમી આંચ પર 15 મિનીટ સુધી ઉકળવા દો અને થોડી થોડી વારે હલાવતા રહો.
- તેમાં લાલ મરચાંનો પાવડર અને તળેલા પકોડા ઉમેરો.
- પંજાબી કઢીને હલાવીને 5 મિનીટ ઉકળવા દો.
- ગરમા ગરમ પંજાબી કઢીને રાઈસ સાથે સર્વ કરી શકાય.