વરસાદમાં બનાવો 'ચટપટા નુડલ્સ પકોડા'
Recipe Desk
| Jun 16, 2012, 17:22PM IST

સામગ્રી:
૧ પેકેટ મેગી વેજીટેબલ આટા નુડલ્સ
૧ ૧/૨ કપ ચણા નો લોટ
૧ કપ પાણી
૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
૧/૪ કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
૧/૪ કપ ઝીણી સમારેલી ડુંગળી
૧/૨ કપ ઝીણા સમારેલા ગાજર
૧/૪ કપ ઝીણી સમારેલી કોબીજ
૧/૪ કપ બાફેલા વટાણા
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧/૪ કપ ઝીણી સમારેલી પાલખ
સ્વાદ પ્રમાણે મીઠું
૪ થી ૫ નંગ લીલા મરચા ક્રશ કરેલા
તેલ તળવા માટે
સર્વ કરવા માટે:
ટોમેટો કેચપ
હોટ સોસ
રીત:
-સૌ પ્રથમ મેગી વેજીટેબલ આટા નુડલ્સ ને પેકેટમાં બતાવ્યા પ્રમાણે બનાવો
-હવે અન્ય એક બાઉલમાં ચણા નો લોટ,ડુંગળી,ગાજર,કેપ્સીકમ,
પાલક વટાણા અને કોથમીર નાખી તેમાં મીઠું અને લીલા મરચા ઉમેરો.
-હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી પકોડા નું બેટર તૈયાર કરો.
-એક પેન માં તેલ ગરમ કરી તૈયાર બેટર માંથી પકોડા તળી લો.
-ગરમ ગરમ પકોડા ને ટોમેટો કેચપ અને હોટ સોસ સાથે સર્વ કરો.
હોટ સોસ બનાવવા માટેની સામગ્રી:
૨ થી ૩ કળી લસણ (ક્રશ કરેલું)
૧ કપ પાણી
૩ ટેબ.સ્પૂન રેડ ચીલી સોસ
૩ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
૨ ટી.સ્પૂન કોર્નફલોર
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન તેલ
૧/૨ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
રીત:
-સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં લસણ સાંતળો
-ત્યારબાદ તેમાં પાણી નાખી,ચીલી સોસ અને ટોમેટો કેચપ તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
-હવે તેમાં કોર્ન ફ્લોર માં ૨ ટેબ.સ્પૂન પાણી નાખી તૈયાર કરેલી સ્લરી ઉમેરો
-સતત હલાવતા રહો.
-ગેસ બંધ કરી ઉપરથી ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો.





