Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Indian Recipes
 

બનાવો મિષ્ટાનમાં 'વેઢમી'

 
Source: Recipy Desk   |   Last Updated 12:23 PM [IST](28/01/2012)
 
 
 
 
 
માણો વેઢમીની મજા

સામગ્રી :

1 વાટકી તુવેરની દાળ.
1.5 વાટકી ખાંડ
2 ચમચી નાયલોન કોપરાનું છીણ
1 ચમચી ખસખસ

રોટલી બનાવવા
1 કપ ઘઉંનો લોટ
પ્રમાણ સર તેલનું મોણ
તળવા માટે તેલ


રીત :

-સૌપ્રથમ તુવેરની દાળને ધોઈને કુકરમાં બાફવા મુકો.
-આ માટે જેટલી દાળ હોય એટલા પ્રમાણમાં પાણી મુકવું.
-કુકરને ચાર સીટી વગાડવી. થોડીવાર બફાયા પછી તેને કુકરમાંથી કાઢી લેવી.
-આ બફાયેલી દાળને નોન્સ્ટીક વાસણમાં તેલનો હાથ લગાડી ગેસ પર મધ્યમ તાપે મુકવી.
-હવે તેમાં ખાંડ નાખીને સતત હલાવતા રહેવું.
-થોડા સમય બાદ જ્યારે ખાંડનું પાણી બરાબર બળી જાય તેટલે ગેસ પરથી ઉતારી લો
-ગોળી વળી શકે તેવું પુરણ તૈયાર થઈ જાય એટલે તેને તરત ગેસ પરથી ઉતારી લેવું.
-આ રીતે તૈયાર થયેલા પુરણને એક થાળીમાં કાઢી લો
-તેના ઉપર પહેલા ખસખસ અને તે પછી કોપરાનું છીણ ભભરાવવું.

-હવે ઘઉંના લોટમાં સહેજ મ્હોણ નાખીને રોટલીનો લોટ બાંધવો.
-લોટને તેલનો હાથ મારીને સરખો કરવો. તેના લુઆ બનાવીને પહેલા પુરી જેટલું વણવું.
-તે પછી તેમાં પુરણ ભરીને તેને ચારેબાજુથી બંધ કરી, સહેજ દબાવી, ફરીથી મધ્યમ કદનું વણી લો
-આ રીતે તૈયાર થયેલી પુરણપોળીને તવા પર શેકી લેવી.
-તવા પરથી ઉતારીને તેની પર ઘી ચોપડી લેવું.
-આ પુરણપોળીને કઢી-ભાત કે દાળ સાથે ઉપયોગમાં લેવાથી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.