Advertisement
Home >> Recipes >> Indian Recipes >> Homemade Chocolate Cake For Christimas Special

નવા વર્ષને વધાવવા બનાવો, યમ્મી એગલેસ ચોકલેટ કેક

divyabhaskar.com | Dec 27, 2012, 10:18AM IST
 
 


ઘરમાં ઓવન ના હોવા છતાં કેક બનાવવા માટે સૌથી સરળ વિકલ્પ છે, કુકર. કુકર તો દરેકના ઘરમાં હોય જ છે. એટલે જ હવે કુકરની મદદથી હિન્દુ સંસ્કૃતિ મુજબ બનાવશુ એગલેસ ચોકલેટ કેક.



સામગ્રી:



૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)



૬૦ ગ્રામ માખણ અથવા ઘી



૧૦૦ ગ્રામ ખાંડ -પીસેલી



૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (અથવા ઘરમાં મલાઈ હોય તો તે પણ લઇ શકાય.)



૫૦ ગ્રામ ચોકલેટ પાઉડર



૧ નાની ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાઉડર (જો તમને પસંદ હોય તો જ)



૨૦૦ ગ્રામ દૂધ



૧ નાની ચમચી બેકિંગ પાઉડર



૧/૪ નાની ચમચી મીઠું (જો તમને પસંદ હોય તો)



 



રીત:



સૌ પ્રથમ કેક માટે ઉપયોગમાં લેવાની બધીજ સામગ્રી એક ટેબલ પર અલગથી રાખી દેવી.





કેક જે કૂકરમાં બનાવવાની હોય તે કૂકરમાં સમાય તે વાસણ (ડબ્બો) પણ ઘી લગાડી તેના ઉપર લોટ આછો છાંટી અને અલગ તૈયાર રાખી દેવું.



ત્યારબાદ, કેક માટેના મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર નાંખી તને મિક્સ કરી અને લોટ ને ચારણીથી ચાળી (બે -વખત) લેવો.



ત્યારબાદ એક વાસણમાં ઘી/માખણ અને ખાંડ લઇ અને તેને ફેંટો, (હલાવો) ખાસ ધ્યાન રહે કે જેનાથી તે (મિક્સ કરો) ફેંટો તે એક તરફ જ ચમચો કે સાધન ફેરવવું. લગભગ ૨ થી ૩ મિનિટ બાદ માખણ સફેદ ફીણ જેવું થવાં લાગશે. માખણ અને ખાંડ ને ઝડપથી ફેંટવા.ધીમે ધીમે મિક્સ નહિ કરવું.



ત્યારબાદ ચોકલેટ પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી અને ફરી એક જ દિશામાં હલાવી અને ફેંટો. લગભગ ૨ થી ૩ મિનિટ ફેંટો.



ત્યારબાદ, તેમાં ચાળેલો મેંદો થોડો થોડો ઉમેરતા જવું અને ધીરે ધીરે મિક્સ કરવું, ખ્યાલ રહે કે મેંદાના ગાંઠા ના પડે. બધો જ મેંદો મિક્સ થઇ ગયા બાદ, ફરી ૨ થી ૩ મિનિટ એકતરફ જ તેને હલાવતાં રેહવું અને ખૂબજ સારી રીતે ફેંટો. અને તેમાં વચ્ચે-વચ્ચે થોડું થોડું દૂધ ઉમેરતા જવું. (નાખતા જવું) આમ કેકનું મિશ્રણ ભજીયાના લોટ જેવું પાતળું રહેવું જરૂરી.



દૂધ ઉમેરી દેશો એટલે મિશ્રણ તૈયાર થઇ જશે. તેમાં તમે કોઈપણ પ્રકારના સૂકામેવા (કિસમિસ, કાજુ, બદામ, અખરોટ) સમારી તમને પસંદ હોય તો નાંખી શકો છો. સૂકો મેવો નાખ્યા બાદ, તેને એકદમ મિક્સ કરી દેવો.



કૂકરમાં કેક બનાવતા હોય ત્યારે ધ્યાન રાખવું કે કૂકરમાં મૂકવાનું વાસણ કૂકરના તળિયાને અડોઅડ (અડીને) ના રહે. તેમ કરવાથી કેક તળિયામાંથી બળી/ દાઝી જશે. તે ના થાય તે માટે કૂકરના તળિયામાં એક વાટકી અથવા રીંગ રાખવી અને તેની ઉપર કેક ના મિશ્રણ નું વાસણ રાખવું.



અથવા કૂકરના તળિયામાં એક વાટકી મીઠું પાથરી દેવું, અને ફૂલ ગેસ ચાલુ કરી અને કૂકારનું ઢાંકણું ૨ થી ૨-૧/૨ મિનિટ સુધી બંધ કરીને ગરમ કરવું. આમ કરવાથી કૂકર કેક બનાવવા માટે યોગ્ય ગરમ થઇ જશે. (પ્રી હીટેડ ઓવન ની જેમ)





ત્યારબાદ, કેકનું મિશ્રણ જે અગાઉ ઘી-લોટ લગાડેલ વાસણ તૈયાર રાખેલ,તેમાં પાથરવું અને પેહલેથી ગરમ રાખેલ કૂકરમાં તે વાસણ રાખી અને કૂકારનું ઢાંકણું બંધ કરી દેવું.





કૂકરના ઢાંકણ બંધ કરો ત્યારે તેમાં સિટી લગાડવાની જરૂર નથી. અને ગેસને મધ્ય તાપ (ધીમો) રાખી અને ૪૦ મિનિટ સુધી કેકને પાકવા દેવી.



લગભગ ૪૦ મિનિટમાં કેક પાકીને તૈયાર થઇ જશે. ૪૦ મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચપ્પુની અણી અંદર ખૂપાવીને ને જોવું કે કેક ચોંટે નહિ તો તૈયાર થઇ ગઈ છે તેમ સમજવું.



ત્યારબાદ, કેકને ઠંડી કરવા મૂકવી અને ઠંડી થઇ ગયા બાદ, કિનારે કિનારે ચપ્પુની ધાર ધીરે ધીરે ફેરવીને કેક એક પ્લેટમા બહાર કાઢવી.





આમ કૂકરમાં બનાવેલ કેક તૈયાર થઇ જશે. જે ખાવાના ઉપયોગમાં લઇ શકો છો.



તેને તમે ક્રિમ, સ્ટોબરી, ચોકલેટ ચીપ્સ અને બીજી તમારી મનપસંદ સમગ્રી વડે શણગારી પણ શકો છો.

 
 
 

Your Opinion
 
 
Code:
8 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment