-દાળ અને ચોખાને સારી રીતે ધોઈને બન્નેને અલગ અલગ વાસણમાં પલાળી લો.
-સાત થી આઠ કલાક સુધી પલળ્યા પછી તેને કરકરું ક્રશ કરી લો.
-હવે દાળ ચોખાના આ ખીરામાં મેથીના દાણા, દહીં, મીઠું અને હળદર નાખીને તેને ઢાંકીને રાખી મૂકો. -ખીરામાં સારી રીતે આથો આવે ત્યાં સુધી રાખી મૂકો.
-મેથીના દાણા પલળી રાખો તે ખાટા થઈ જશે અને બિલકુલ કડવા નહીં લાગે.
-ઢોકળા બનાવતી વખતે ખીરામાં આદુ મરચાની પેસ્ટ, વાટેલું લસણ, થોડુંક તેલ અને ખાવાનો સોડા ઉમેરો.
-હવે ખીરાને થાળી કે ઢોકળીયાની ટ્રેમાં તેલ લગાવીને જાડો થર કરી ચડવા મૂકો.
-ઉપરથી કોથમીર ફુદીનાના પાનને બારીક સમારીને નાખો અને થોડો લાલ મરચાનો પાવડર છાંટીને સારી રીતે ચડી જવા દો.
-ગરમ ગરમ ઢોકળાને લાલ અને લીલી ચટણી સાથે પીરસો.