બનાવો ગુજરાતી સ્પેશલ, ચટાકેદાર 'દાળ ઢોકળી'
Recipe Desk
| Aug 03, 2012, 15:31PM IST

સામગ્રી:
દાળ માટે:
1 1/2 કપ તુવેર દાળ (બાફીને પીસેલી)
2 મધ્યમ કદના ટમેટા, સમારેલા
1/2 કપ બાફેલી સિંગ
1/2 ટીસ્પૂન, આદુની પેસ્ટ
લીલા મરચા, 2-3, સમારેલા
લીમડાના પાન, થોડા
1 ટેબલસ્પૂન ગોળ
1 ટેબલસ્પૂન આંમલીનો પલ્પ
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1 ટીસ્પૂન રજવાડી ગરમ મસાલો
1 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા
મીઠું, સ્વાદ અનુસાર
2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન, રાઈ-જીરુના દાણા
1/4 ટીસ્પન હીંગ
1/4 ટીસ્પૂન હળદર
ઢોકળી માટે:
1 1/2 કપ ઘઊંનો લોટ
1/2 કપ બેસન
મીઠું, સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન ધાણા જીરુ પાવડર
હીંગ, 1 ચપટી
હળદર, 1 ટીસ્પૂન
2 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
કણક બાંધવા માટે પાણી
રીત:
ઢોકળી:
- બધી જ સામગ્રીને મિક્સ કરીને પાણી સાથે નરમ કણક બાંધો. કણક બાંધ્યા પછી થોડું તેલ લઈને તેને વધુ નરમ બનાવી શકાય છે. તેને ઢાંકીને બાજુ પર રાખી દો.
દાળ:
- એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાયજીરુ ઉમેરીને તેને તતળવા દો.
- તેમાં હીંગ, હળદર, લાલ મરચાનો પાવડર અને પીસેલી દાળ ઉમેરીને 1 મિનીટ પકાવો.
-પછી તેમાંપાણી,મીઠું, મસાલો, આદુ, લીલા મરચા, લીમડાના પાન, ટમેટા, ગોળ, આંમલીનો પલ્પ અને બાફેલી સિંગ ઉમેરો.
- હવે દાળને મધ્યમ આંચ પર ઉકળવા દો.
- હવે બાંધેલા કણકમાંથી ગોળ પાતળી રોટલી વણો અને તેને તવા પર તેલ વગર અધકચરી શેકી લો.
- આ દરેક રોટલીને નાના ચોરસ ટુકડામાં કાપી લો અને તેને ઉકળતી દાળમાં ઉમેરો, 5 મિનીટ સુધી ઉકળવા દો.
- કોથમિરથી ગાર્નિશ કરીને દેશી ઘી સાથે સર્વ કરો






