• બધા જ ડ્રાય હર્બને ચીઝ સાથે મિક્સ કરી દો.
• એક પેનને મધ્યમ આંચ પર ગરમ કરો અને તેમાં 1 ટીસ્પૂન ઓઈલ ઉમેરો.
• હવે તેમાં ચીઝનુ મિશ્રણ ઉમેરો અને પેન પર ઉકળવા દો. ચીઝમાં બબલ થવા દો.
• પેનની કિનારીએથી ચીઝને વારેવારે કાઢતા રહો જેથી તે ચોંટી ન જાય.
• પેનની મધ્યમાં રહેલુ ચીઝ થોડી વારમાં બ્રાઉન થવા લાગશે.
• હવે પેનને ગેસ પરથી નીચે ઉતારી લો અને તેને આડુ કરો જેથી વધારાનુ ચીઝ બહાર વહી જશે અને બાકીનુ ચીઝ કડક થર બનીને બહાર આવશે.
• આ કડક થરને વાડકીની બહારની બાજુએ રાખીને વાડકીના આકાર સાથે ઢાળી દો અને પછી જેવુ તે યોગ્ય આકારમાં સેટ થઈ જાય એટલે તરત તેને ઉઘાડી લો.
• હવે આ ચીઝ બાસ્કેટમાં તમારુ ફેવરિટ સલાડ અથવા પાસ્તા ઉમેરો અને પીગળેલુ ચીઝ પણ ઉમેરી શકો.
• તૈયાર છે યમી ચીઝ બાસ્કેટ.