સામગ્રી:
લીલી ડુંગળી, 6 મોટી
2 ગ્રીન કેપ્સિકમ
ટોમેટો પ્યૂરી, 1 અથવા 2 કેન3 ગાજર
મશરૂમ, 1 કન્ટેઈનર
લીલા ધાણા, 1 જૂડી
કોબી, અડધી
મીઠું, મરી, લસણ વગેરે સ્વાદ અનુસાર
રીત:
- ડુંગળીને સ્લાઈસમાં સમારી લો. હવે તેને એક પેનમાં થોડા જ તેલ સાથે સાંતળો.
- કેપ્સિકમને ધોઈને સમારી લો અને તેને પણ ડુંગળી સાથે ભેળવી દો.
- કોબીના બહારના બાજુના પાંદડા કાઢી લો અને તેને સમારીને પેનમાં મિક્સ કરો.
- ગાજરને ધોઈને તેના પણ ટુકડા કરો અને તેને પણ બાકી શાકભાજી સાથે મિક્સ કરો.
- મશરૂમને સ્લાઈસમાં સમારી લો અને મિક્સ કરો.
- હવે પેનમાં પાણી ઉમેરીને લગભગ 2 કલાક સુધી ઢાંકીને ધીમી આંચ પર ઉકળવા દો.
- ગરમ ગરમ કેબેજ સૂપ પર મરી અને મીઠું ભભરાવીને સર્વ કરો.