બનાવો બટાકાની સુક્કી ભાજી
સામગ્રી 250 ગ્રામ બટાકા 5-6 લીલા મરચાં આદુનો ટુકડો 12-15 કાચા સીંગદાણા મીઠું સ્વાદઅનુસાર 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ 1 ટી સ્પૂન ખાંડ 1 ટી સ્પૂન હળદર 1/2 ટી સ્પૂન જીરુ મીઠો લીમડો 1/2 ટી સ્પૂન આમચુરનો ભુક્કો કોથમીર ગાર્નિશીંગ માટે
રીત
-બાટાકા બાફી લો તેના માપના ટુકડા કરો
-એક પેનમાં તેલ ગરમ મુકી જીરાનો વઘાર કરો અને મીઠો લીમડો ઉમેરો
-લીલા મરચાં આદુ સીંગદાણાને કટરમાં ક્રશ કરી લો
-હવે બાટાકા વઘારો તેમાં ક્રશ કરેલો લીલો મસાલો ઉમેરો
-તેમાં સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરુ, આમચુર પાવડર ઉમેરો
-વ્યવસ્થિત હલાવી તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો