સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં નોકરી આપનાર માલિક ક્યાંક ફરાર થઈ ગયા બાદ ભારતીય મજૂરો સહિત અન્ય દેશોમાંથી આવેલા આશરે 700 જેટલા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.
યૂએઈના વર્તમાનપત્ર ગલ્ફ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે આ મજૂરો દુબઈની સાગર એન્જીનિયરિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ કંપનીમાં કામ કરતા હતાં. રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કંપીનીનો ચેરમેર અને તેને કામે રાખનાર વ્યક્તિ ક્યાંક ગૂમ થઈ ગયા છે જેના કારણે મજૂરોએ રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો છે.
રાહત શિબિરોમાં ખૂબ ખરાબ જિંદગી જીવ રહેલા મજૂરોમાં ભારતીય ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, ફિલિપિન્સ અને બાંગ્લાદેશના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મજૂરોને છેલ્લા છ મહિનાથી વેતન મળ્યું નથી. જેના કારણે તેઓ શૌચાલયો તેમજ કરચાના ઢગની આસપાસ રહેવા માટે મજબૂર છે.
આ લોકોને વિજળી પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળી રહી નથી. આ લોકો જ્યાં રહે છે તેની આસપાસ કચરાના ઢગ ખડકાયેલા છે. જેના કારણે તેનું જીવન દુશ્વાર થઈ ગયું છે. નોંધનીય છે કે યૂએઈમાં બાંધકામ બિઝનેસમાં આવેલી મંદીને કારણે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા અનેક લોકો દેશ છોડીને ભાગી ગયા હતાં.