ઓસ્ટ્રેલિયામાં એક મહિલા પર હુમલો તેમજ છેડતીના ગુનામાં મેલબોર્ન પોલીસ ભારતીય અથવા તેને જેવા દેખાતા બે લોકોની શોધખોળ કરી રહી છે. હેરાલ્ડ સનના જણાવ્યા પ્રમાણે 29 વર્ષીય પીડિતાની હોટલ સ્પેન્સર ખાતે હુમલાખોરો સાથે મુલાકાત થઈ હતી. ભારતીય અથવા ઉપમહાદ્વીપીય જાતીના વ્યક્તિઓ જેવા દેખાતા આ બંને લોકોએ 21 ઓગસ્ટના રોજ હોટલ ખાતે આવ્યા બાદ મહિલાને મળ્યા હતાં.
હોટલમાં બંને સાથે દારૂ પીધા બાદ આ મહિલા બંને સાથે પશ્ચિમ મેલબોર્ન સ્થિત એક ઘરમાં પહોંચી હતી. મહિલાને ઘરના એક રૂમમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી.
મહિલાએ જ્યારે વ્યક્તિની આવી હરકતનો વિરોધ કર્યો ત્યારે બંનેએ તેના માથા ઉપર અનેક પ્રહાર કર્યા હતાં. આ કેસમાં ઘરમાં હાજર એક અન્ય વ્યક્તિએ મહિલાની મદદ કરી હતી, તેમજ તેને બચાવીને ઘરમાંથી બહાર કાઢી હતી.
મહિલાએ આ અંગેની જાણકીરી સદર્ન ક્રોસ પોલીસને આપી હતી. ત્યાર બાદ પોલીસે બંને વ્યક્તિઓની શોધખોળ આદરી હતી.