મલેશિયાની પોલીસે બે ભારતીયોની કુલાલુમ્પુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવ કિલોગ્રામ ડ્રગ્સની સાથે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિઓએ આ ડ્રગ્સ ટેપની મદદથી તેમના શરીર પર સંતાડેલુ હતું.
40 વર્ષના અને 28 વર્ષના બે વ્યક્તિઓ ભારતના ચેન્નાઇ શહેરમાંથી મલેશિયા આવ્યાં હતા, જેઓ તેમના સામાનની રાહ જોતા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.
નાર્કોટિક્સ વિભાગના મુખ્ય સહાયક નિર્દેશક નોર્દિન કાદિરે જણાવ્યું હતું કે તેમને ઉક્ત વ્યક્તિની પ્રવૃત્તિ અંગે બાતમી મળી હતી.
ધરપકડ કરાયેલ વ્યક્તિના પાસપોર્ટ પરથી જાણવા મળ્યું હતું કે આ અગાઉ તેઓ ત્રણ વખત મલેશીયા આવી ગયા છે.