સૌથી વધારે દિવસ અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ ફરી એક વખત અંતરિક્ષની ઉડાન ભરવાની તૈયારી કરી રહી છે. સુનિતા 2012માં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રની(આઈએસએસ) સ્ટેશન કમાન્ડર બનીને અંતરિક્ષમાં જઈ રહી છે.
સુનિતા પોતાની આગામી ઉડાન સુયોઝ સ્પેસ શટન દ્વારા ભરશે. આ મિશનમાં રશિયાના અંતરિક્ષયા વૈજ્ઞાનિક મૈલેનચેંકો અને જાપાનના ખગોળશાસ્ત્રી હોશિડ પણ હશે. ત્રણેય દેશોની અંતરિક્ષ એજન્સીઓએ આ જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે 44 વર્ષીય સુનિતાએ ડિસેમ્બર 2006માં અંતરિક્ષ યાન ડિસ્કવરી દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર માટે ઉડાન ભરી હતી. સુનિતા જૂન 2007માં પરત ફરી હતી. આ સમય દરમિયાન સુનિતાએ સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ભારતીય મૂળની સુનિતાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રમાં 195 દિવસ વિતાવ્યા હતાં.