બ્રિટનમાં હજારો પાઉન્ડનું શેર કૌંભાડ આદરવા બદલ ભારતીય મૂળના એક બ્રિટિશ નાગરિકને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
સ્પેનમાં રહેતા રાહુલ નટવર પટેલે(35) બ્રિટશ નાગરિક ડેવિડ આર્થર વિડ્ઝન(30) સાથે મળીને દુનિયાના અનેક દેશોમાં શેર બજારનું કૌભાડ આદર્યું હતું.
ડેવિડને પણ સાત મિલિયન પાઉન્ડું કૌંભાડ કરવાના ગુનામાં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બંને ઉપર 1250 રોકાણકારોને ઠગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
પટેલ અને ડેવિડે જેમની સાથે છેતરપિંડી કરી છે તેમાંથી મોટા ભાગના લોકો મોટી ઉંમરના અથવા નોકરીમાંથી નિવૃત થયેલા હતાં. અપ્રિલ 2003થી 2006ના વર્ષ દરમિયાન પટેલ અને ડેવિડે ગેરકાયદેસર રીતે એક ઓફિસ ખોલીને રોકાણકારોને છેતર્યા હતાં.
બંને દ્વારા જે કંપનીના શેર વેચવામાં આવ્યા હતાં તે કંપનીઓ સાવ નકામી હતી. પટેલ અને ડેવિડની જાળમાં ફક્ત નવા રોકાણકારો નહીં પરંતુ જે લોકો વર્ષોથી શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં એ પણ હતાં.