અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વધુ એક ગુજરાતીને પોતાની ટીમમાં મહત્વનું સ્થાન આપ્યું છે. ભારતીય મૂળના અનુજ ચાંગ દેસાઈને ફોરેન ક્લેઇમ્સ સેટલમેન્ટ કમીશનમાં સભ્યપદ આપવામાં આવ્યું છે. દેસાઈ ચીની સંશોધનના નિષ્ણાય છે.
- ભારતીય મૂળના અનુજ દેસાઈને મળ્યું સ્થાન - દેસાઈને ફોરેન ક્લેઇમ્સ સેટલમેન્ટ કમિશનમાં સભ્યપદ મળ્યું
યુનિવર્સિટી ઓફ વિસ્કોસિન લૉ સ્કૂલમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેસાઈની આ પદે નિમણૂક જાહેર કરતા બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, હું આભારી છું કે આવી વિદ્વાન અને સમર્પિત વ્યક્તિ આ ફરજ બજાવવા માટે તથા અમેરિકાના લોકોની સેવા માટે પોતાની પ્રતિભા સમર્પિત કરવા તૈયાર થયા છે.
દેસાઈએ અમેરિકા ઉપરાંત ચીનના કાયદાઓનો ગહન અભ્યાસ કર્યો છે. તેઓ કાયદા નિષ્ણાત છે. તેમણે અગાઉ પણ સરકારી વિભાગોમાં ફરજ બજાવી છે.
તમારો મત
શું ઓબામા આવનારા સમયમાં પણ વધુ ગુજરાતીઓ અને ખાસ કરીને ભારતીય મૂળના નાગરિકોને મહત્વના સ્થાને નિમણૂક આપશે? આ અંગે તમારો વિચાર અહીં દર્શાવવામાં આવેલા ફીડબેકમાં લખો.