બ્રિટનના લેસ્ટરશાયર ખાતે પ્રતિબંધિત વૃક્ષોને કાપવા બદલ ભારતીય મૂળના વ્યક્તિને 1500 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચંદા ચાવલા નામના વ્યક્તિને પ્રતિબંધિત વૃક્ષો કાપવાના કાયદા અંતર્ગત દોષિત ઠેરવવામાં આવ્યો હતો. બ્લેબી ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સોલિસિટર જોને ડેવ્લિને જણાવ્યું હતું કે નાર્બોર્ઘ વિસ્તારમાં પ્રતિબંધિત વૃક્ષોને કાપવામાં આવ્યા હતાં.
સોલિસિટરે જણાવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા ચાવલાને ત્રણ નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે જે વૃક્ષો કાપી રહ્યો છે તે પ્રતિબંધિત વિસ્તારમાં તો આવતા નથી ને. પરંતુ તેણે કાયદાનો અનાદર કર્યો હતો, તેમજ આ વિસ્તારમાં આવેલા અનેક વૃક્ષો કાપી નાખ્યા હતાં.
જ્યારે ચાવલાના પ્રતિનિધી વિક્ટોરિયા જોન્સે જણાવ્યું હતું કે ચાવલાને આવા કૃત્ય બદલ ખેદ છે. ચાવલાએ તેના વિસ્તારમાં અયોગ્ય રીતે ઉગી નિકળેલા વૃક્ષો જોયા ત્યાર બાદ તેને કાપવાનો નિર્ણય કર્યો હતો. આવું કરવા પાછળનો તેનો ઈરાદો વિસ્તારને સ્વસ્છ રાખવાનો હતો.