અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મૂળની મહિલા પ્રીતા. ડી બંસલની કાઉન્સિલ ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરી છે. પ્રીતા હાલમાં મેનેજમેન્ટ એન્ડ બજેટ કાર્યાલયમાં જનરલ કાઉન્સેલ અને સિનિયર પોલીસી એડવાઈઝર તરીકે ફરજ બજાવે છે.
વ્હાઈટ હાઉસ દ્વારા કાઉન્સિલ ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ કોન્ફરન્સના(એસીયૂએસ) નવ સરકારી અને ખાનગી સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી છે. ઓબામાએ જણાવ્યું હતું કે અમને એ વાતનો ગર્વ છે કે, પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવેલા વ્યક્તિઓ સંચાલનમાં સુધારો કરવા માટે એસીયૂએસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, એસીયૂએસની રચના ખાનગી તેમજ જાહેર ભાગીદારી દ્વારા કામને વધુ સારી રીતે કરવામા માટે કરવામાં આવી છે. આ પરિષદના સભ્યો પોત પોતાના ક્ષેત્રોમાં નિષ્ણાંત છે. જે આ પરિષદનું કાર્યક્ષેત્ર વધારવા માટે પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે ઓબામા સરકાર સાથે જોડાયા પહેલા પ્રીતા સ્કૈડન, આર્પ્સ, સ્લેટ તથા ન્યૂયોર્કના ફ્લોમ એલએલપીમાં એપેલિટ લિટિગેશન પ્રેક્ટિસની પ્રમુખ રહી ચુકી છે. આ ઉપરાંત તે 1999-2001માં ન્યૂયોર્કની સોલીસિટર પણ રહી ચુકી છે.