વિદેશમાં રહીને પણ યુવાધન પોતાની સંસ્કૃતિને ભૂલી શકતું નથી. ઓસ્ટ્રેલિયાના એડીલેડ ખાતે ભવ્ય રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી યુવાધનની સાથે ત્યાંના સ્થાનિક લોકોએ પણ ઉમંગભેર ભાગ લીધો હતો. નવરાત્રીને સફળ બનાવવા માટે રાજેન્દ્રભાઈ ગોહેલ (ઈડર), કિરણ પટેલ (મોડાસા) અને સતિષ પટેલ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.