ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી સાથે મારપીટ કરવાના ગુનામાં પોલીસ દ્વારા ત્રણ ઓસ્ટ્રેલિયન યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 6ના રોજ ચાલુ બસમાં ત્રણેય યુવકો દ્વારા ભારતીય વિદ્યર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ત્રણેય સામે વંશીય ભેદભાવ રાખી હુમલો કરવાનો ગુનો દાખલ કર્યો છે.
ત્રણમાંથી બે યુવકો પર જાણી જોઈને વંશીય ભેદભાવ રાખી ઈરાદાપૂર્વક હુમલો કરવા બદલ પોલીસ તેમની સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણેયને ફ્રેન્કસ્ટોન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પહેલી સપ્ટેમ્બરના રોજ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિક્ટોરિયા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વંશીય ભેદભાવ રાખીને કરવામાં આવતા હુમલાને જરા પણ સાખી લેવામાં નહીં આવે. તેમજ આનાથી હુમલાખોરોની વચ્ચે એક પ્રકારનો સંદેશો પહોંચશે.