એક ભારતીય મૂળના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેટ કિશોરોને ડિપ્રેશનથી બચવામાં મદદ કરે છે.
યુનિવર્સિટી ઓફ સિડનીની ડો. સુવિના સેઠી અને તેમના સહકર્મચારીઓએ એક અભ્યાસ બાદ જાહેર કર્યું છે કે ઓનલાઇન સંવાદ આધારિત માનસિક સેવા તથા પારંપરિક કાઉન્સેલિંગ કિશોરોના માનસિક સ્વાસ્થયમાં સુધારો લાવવામાં મદદરૂપ થાય છે.
ઈન્ટરનેટ સેલ્ફ હેલ્પ ફોર ડિપ્રેશન શીર્ષક ધરાવતા આ અભ્યાસમાં માનસિક સ્વાસ્થય સેવાનો પ્રભાવ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણો જર્નલ ઓફ ટેક્નોલોજી ઈન હ્યુમન સર્વિસીસમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે.
*