ભારતીય મૂળના એક સાંસદની મલેશિયાના એક પોલીસ સ્ટેશનમાં પોતાના સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
ઈપોહ બરાતના સાંસદ એમ. કુલસેગરન તેમજ તેના ભૂતપૂર્વ રાજનીતિક સચિવ પી. સુગુમારનની પોલીસે એ વખતે ધરપકડ કરી હતી જ્યારે તે મોટી સંખ્યામાં સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.
ધ સ્ટારના જણાવ્યા પ્રમાણે કુલસેગરન એક ટોળાની આગેવાની કરી રહ્યા હતાં. જે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવા માગતું હતું. ટોળામાં દિંડિંગ ઈન્ડિયા એસોસિએશનના સભ્યો શામેલ હતાં.