બ્રિટનમાં ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય સ્વરાજ પૌલ સહિત એશિયન મૂળના ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણેય સભ્યો પર ગૃહ દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધારે ખર્ચ કરવાનો આરોપ હતો. આ નિર્ણય પહેલાં ગૃહ પર રંગભેદની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ પણ લગાવાયો હતો પરંતુ ગૃહે આ બાબતને ધ્યાને લીધી નહોતી. ગૃહે સર્વસંમતિથી લોર્ડ સ્વરાજ પૌલને ચાર મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.
*જરૂર કરતા વધારે કરેલો ખર્ચ પરત કરવાનો આદેશ
*અમીર ભાટીયા આઠ મહિના સુધી સસ્પેડ
*મેનજિલા પોલાઉદ્દીનને 18 માસ માસે સસ્પેન્ડ કરાયા
ભારતીય મૂળના લોર્ડ પોલને ચાર મહિના, બાંગ્લાદેશી મૂળની મૈનજિલા પોલાઉદ્દીનને 18 માસ અને અમીર અલીભાઈ ભાટિયાને આઠ મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હાઉસ ઓફ લોર્ડ્સમાં પહોંચનાર પ્રથમ મુસ્લિમ મહિલા પોલાઉદ્દીને ખોટી રીતે કરવામાં આવેલા 88 લાખ રૂપિયા પરત કરવાનું કહેવામાં આવ્યું છે. ભાટિયા 18 લાખ 82 હજાર રૂપિયા પરત આપી ચુક્યા છે. લોર્ડ પોલે પણ આશરે 29 લાખ 27 હજાર રૂપિયા પરત કર્યા છે. તપાસ સમિતિનું માનવું છે કે આ ત્રણેય લોકો દ્વારા જે ખર્ચનો દાવો કરવામાં આવ્યો છે તેને મેળવવા માટે તેઓ લાયક ન હતાં.