Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> NRI News
 

બ્રિટન સ્થિત ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધશે

 
Source: Agency, London   |   Last Updated 12:28 AM [IST](09/07/2010)
 
 
 
 
 

બ્રિટનની નવી નિમાયેલી ડેવિડ કેમરોન સરકારના કારણે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી શકે છે. કેમરોન સરકાર ચાલુ વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં ફાળવવામાં આવતા બજેટમાં 25 ટકાનો ઘટાડો કરવા જઇ રહિ છે. શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવતા બજેટમાં ઘટાડાના કારણે શિક્ષણની ગુણવત્તામાં મોટા પ્રભાવ પડી શકે છે. ઉપરાંત બ્રિટન સિવાયના દેશોના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરી દેવામાં આવશે. વિશ્લેષકો માની રહ્યાં છે કે શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલા આ ઘટાડાના કારણે આગામી સમયમાં બ્રિટનને ભારત સહિત અન્ય ગેર યુરોપીયન દેશોના વિદ્યાર્થીઓથી હાથ ધોવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનની અર્થવ્યવસ્થામાં શિક્ષણ ઉદ્યોગ દ્વારા દર વર્ષે આઠ અરબ પાઉન્ડનું યોગદાન કરવામાં આવે છે. બજેટમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે બ્રિટનમાં કાર્યરત કેટલાક ભારતીય પ્રોફેસરોની નોકરી જોખમમાં મુકાઇ શકે છે.

યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને ચેતવણી આપી છે કે સરકારના આ નિર્ણયના કારણે યુનિવર્સિટી અને કોલેજોમાં કામ કરી રહેલા 22 હજાર લોકોની નોકરી ગુમાવી શકે છે, જેમાં આશરે દસ હજાર જેટલી શૈક્ષણિક નોકરીઓનો સમાવેશ થાય છે. સંગઠને ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓની વધારે સંખ્યા અને પ્રોફેસરોની ઘટતી જતી સંખ્યાના કારણે બ્રિટનની શિક્ષણની ગુણવત્તાને મોટો ફટકો પડશે.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.