અમેરિકાના કેનેક્ટીકટની સ્ટ્રેટફોર્ડ યુનિવર્સિટી ખાતે સોફ્ટવેર એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસને એવી શંકા છે કે લૂંટના ઈરાદાથી હત્યા કરવામાં આવી છે.
હૈદ્રાબાદના અરુણ કુમાર નરોતેની મંગળવારે કનેક્ટીકટના બ્રિસપોર્ટની એક કરિયાણાની દુકાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કુમાર દુકાનમાં પાર્ટટાઈમ જોબ કરતો હતો.
આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે રાત્રે નવ વાગ્યે બની હતી. પોલીસ હાલમાં કેસની તપાસ કરી રહી છે. કુમાર યુનિવર્સિટી ખાતે સોફ્ટવેર એન્જીનિયરિંગમાં એમએસસી કરી રહ્યો હતો. કુમારે હૈદ્રાબાદની ઈન્દિરા રેડ્ડી મેમોરિયલ એન્જીનિયરિંગ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.