- હ્યુસ્ટન કોન્સ્યુલેટ કચેરીની કામગીરી સામે નારાજગી- આ અંગે તાજેતરમાં NRIs જૂથે રજૂઆત કરી- સંબંધિત વિભાગોના અધિકારીઓને રજૂઆત કરી
અમેરિકાના હ્યુસ્ટન ખાતે તાજેતરમાં ઇન્ડિયા હાઉસ ખાતે મળેલી એક બેઠકમાં ભારતીય સમુદાયના અગ્રણીઓએ હ્યુસ્ટન કોન્સ્યુલેટ કચેરીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ભારત ખાતેના વિદેશી બાબતોના સચિવ સહિતના અગ્રણીઓને હ્યસ્ટન ખાતે વસનારા ભારતીય સમુદાય દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભારતીય સમુદાયના અગ્રણીઓએ ઇમિગ્રેશન અંગે પોતાને ભોગવવી પડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. તેમણે આ મુદ્દે તાજેતરમાં યોજાયેલા ઉફવાસ આંદોલનની વિડિયો ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી અને આ મુદ્દે લેવાયેલા નાગરિકોના પ્રતિભાવ પણ દર્શાવવામાં આવ્યા હતા.
આ બેઠકમાં હાજર રહેલા ગુજરાત સમુદાયના અગ્રણી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક કોન્સ્યુલેટ દ્વારા સમાજમાં એકતા લાવવાને બદલે જાતિના આધારે વ્યક્તિઓની ઓળખ વિભાજિત કરવામાં આવે છે તે યોગ્ય નથી.
બેઠકમાં હાજર રહેલા ભારતના વિદેશી બાબતોના અધિકારીઓએ હ્યસ્ટન ખાતેના ગુજરાતીઓ સહિત ભારતીય સમુદાયને ઇમિગ્રેશન મુદ્દે પડતી સમસ્યાઓ નોંધી લીધી હતી.
આ બેઠકમા હાજર રહેલા દિનેશ પટેલ, રૂપલ શાહ, નિખિલ મહેતા, જી કે પિલ્લઇ, શેખર અગ્રવાલ સહિતનાઓએ પણ પોતાને ઇમિગ્રેશન અંગે પડેલી મુશ્કેલીઓ અંગેની રજૂઆત કરીને તેને વહેલી તકે ઉકેલવા માટે વિનંતી કરી હતી.
તમારો અભિપ્રાયઅમેરિકામાં ભારતીયોને નડનારી ઇમિગ્રેશન અંગેની સમસ્યાઓ શું આ પ્રકારે દૂર થઈ શકશે? આ અંગે તમારો અભિપ્રાય અહીં દર્શાવવામાં આવેલા ફીડબેકમાં લખો.