મેડિકલ બોર્ડ સામે વાંધો પડતાં માને બોર્ડ પર બોમ્બ હુમલો કર્યો હતો
અમેરિકામાં વેરની વસૂલાત કરવા બોમ્બ હુમલો કર્યાના કેસમાં ભારતીય મૂળના તબીબ દોષિત ઠર્યા છે. આ હુમલામાં એક ટોચના તબીબી અધિકારી ગંભીરપણે ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી ૨૦૦૯માં અકૉન્સા રાજ્ય મેડિકલ બોર્ડની ઇમારત પર થયેલા બોમ્બ હુમલા કેસમાં અદાલતે રણદીપ માનને દોષિત ઠેરવ્યા છે.
બોર્ડના અધ્યક્ષ ડો. ત્રેન્ત પિઅર્સ સાથે કોઇક મામલે ટસલ થતાં થયેલા બોમ્બ હુમલામાં સંખ્યાબંધ તબીબી અધિકારી ઘાયલ થયા હતા. હુમલામાં ડો. પિઅર્સની ડાબી આંખને નુકસાન પહોંચવા સાથે તેમનો ચહેરો પણ બેડોળ થઇ ગયો છે. તેમની સાંભળવાની અને સૂંઘવાની ક્ષમતા પર પણ અસર પહોંચી હતી.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના નિવાસસ્થાન નજીકથી ૧૦૦ ગ્રેનેડ મળી આવ્યા હતા અને રણદીપ ગેરકાયદે ધોરણે એક મશીનગન પણ ધરાવતા હતા. રણવીરે તપાસમાં સહકાર આપવા પણ આનાકાની કરી હતી. દર્દીને પેઇનકિલરનો વધુ પડતો ડોઝ સૂચવતા બોર્ડ તરફથી ઠપકો મળતાં માન રોષે ભરાયા હતા અને બોર્ડ પર બોમ્બ હુમલો કરી બેઠા હતા.
લશ્કરી રહસ્યો વેચવા બદલ ભારતીયને કેદ
અમેરિકામાં ભૂતકાળમાં બોમ્બર ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા એક ભારતીય મૂળના અમેરિકીએ તેની તકનીક ચીનને ૧,૧૦,૦૦૦ ડોલરમાં વેચતાંલશ્કરી માહિતી લીક કર્યાના ગુનાસર તે દોષિત ઠર્યા છે. ૬૬ વર્ષના નૌશિર એસ. ગોવાડિયાને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે.