Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> NRI News
 

ભારતીય મૂળના ડોક્ટરે કર્યું પથરીનું જટિલ ઓપરેશન

 
Source: Agency, London   |   Last Updated 6:08 PM [IST](01/09/2010)
 
 
 
 
 
ભારતીય મૂળના એક ડોક્ટરે મોતની નજીક પહોંચેલા પાંચ વર્ષના બાળકની કિડનીમાંથી 16 જેટલી પથરી કાઢવાનું જોખમ ભર્યું ઓપરેશન કરવામાં સફળતા મેળવી હતી. બેન્ઝામિન વ્હાઈટ નામના બાળકની કિડનીમાં રહેલી 16 પથરીમાંથી અમુક તો ચાર સેન્ટીમીટર કરતા પણ વધારે મોટી હતી. ઓપરેશન જો અસફળ રહ્યું હોત તો બાળકના જીવને જોખમ ઉભું થવાની પુરી શક્યતા રહેલી હતી. ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે ડોક્ટરો સામે લેઝર દ્વારા આ પથરીઓ દૂર કરવામાં સૌથી મોટી સમષ્યા એ હતી કે લેઝર ટ્યૂબ ખૂબ મોટી હતી.

શેફીલ્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ભારતીય મૂળના યૂરોલોજી નિષ્ણાંત અને બાળ ચિકિત્સક સલાહકાર પ્રસાદ ગોડબોલેએ આ ચેલેન્જ ઉપાડતા ઓપરેશન માટે આધુનિક લેઝર ફાઈબરનો ઉપયોગ કર્યો હતો. આ ફાઈબરનો વ્યાસ માથાના એક વાળ જેટલો હોય છે. ડોક્ટરોએ આ ફાઈબરને બેન્ઝામિનના શરીરમાં નાખીને તેમાં લેઝરનું વહન કર્યું હતું. તેમજ લેઝર કિરણો દ્વારા વિસ્ફોટ કરીને પથરીને તોડી નાખી હતી.

ગોડબોલે બ્રિટનમાં આ જોખમભરી ટેકનિકનો ઉપયોગ કરનાર એકમાત્ર ડોક્ટર છે. નોર્થેમ્પ્ટનની એક બેન્કના મેનેજર એવા બેન્ઝામિનના પિતા ડેનિયલ વ્હાઈટે જણાવ્યું હતું કે ગોડબોલે ખૂબ સારું કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમે બેન્ઝામિનને હોસ્પિટલમાં લાવ્યા હતાં ત્યારે એવું હતું કે તેના શરીરમાં એકાદ બે પથરી હોઈ શકે છે, પરંતુ તપાસ કર્યા બાદ માલુમ પડ્યું હતું કે તેના શરીરમાં તો એક ઈંટની દિવાલ છે. તેમણે જણાવ્યું હતું કે ગોડબોલેએ ખૂબ જ જોખમી પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી દીધી હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.