ભારતીય મૂળના માસ્ટર શેફ ઋષિકેશ દેસાઈએ નવ અન્ય પ્રતિસ્પર્ધિઓને પછાડીને બ્રિટનમાં આ વર્ષનો નેશનલ શેફનો ખિતાબ જીત્યો છે. બાથની નજીક લયૂકનેમ પાર્ક હોટલમાં બ્રેસ્સેરી પ્રમુખ શેફ દેસાઈએ અંતિમ રાઉન્ડમાં જોરદાર ટક્કર આપીને આ વર્ષનો ક્રાફ્ટ ગિલ્ડ ઓફ શેફસ નેશનલ શેફનો તાજ જીત્યો હતો.
આ સાથે તે ગોર્ડન રામ્સે, ડેવિડ અવેરિટટ મૈત્થિસ જેવા જાણીતા શેફોની શ્રેણીમાં શામેલ થઈ ગયો છે. સિમ્પસન રેસ્ટોરન્ટના પ્રમુખ શેફ એડા બેન્નેટ અને 44 રેસ્ટોરન્ટ એન્ડ લાઉઝના પ્રમુખ શેફ ફ્રેડરિક ફોરસ્ટર ક્રમશઃ દ્વિતિય અને તૃતિય સ્થાન પર રહ્યા હતાં.
દેસાઈને એવોર્ડની સાથે સાથે 1500 પાઉન્ડ રોકડ, 1250 પાઉન્ડનું વાઉચર અને ફ્રાંસ જઈને અભ્યાસ કરવા તેમજ વાલરહોના ચોકલેટ સ્કૂલની યાત્રા કરવાની સુવિધા મળી છે.