ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી આર્ચી પંજાબીને અહીં ‘62માં પ્રાઈમટાઈમ એમી એવોર્ડ્સ’ સમારંભ દરમિયાન ‘ધ ગુડ વાઈફ’માં અભિનય બદલ ડ્રામા શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એમી એવોર્ડ મળ્યો હતો.
પંજાબીએ ‘બ્રેડ ઈન લાઈફ બેકહમ’ અને ‘ઈસ્ટ ઈઝ ઈસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પંજાબીએ રોજ બાયર્ની શેરોન ગ્લીઝ, એલિઝાબેથ મોસ, ક્રિસ્ટીના હેન્ડરિક્સ અને ‘ધ ગુડ વાઈફ’ ફિલ્મમાં તેની સહ અભિનેત્રી રહેલી ક્રિસ્ટીન બારાંસ્કને પાછળ મૂકીને આ એવોર્ડ મેળવ્યો હતો.
વેબસાઈટ આઈએમડીબી ડોટ કોમના જણાવ્યા પ્રમાણે પંજાબીએ 1999માં આવેલી બ્રિટિશ ફિલ્મ ‘ઈસ્ટ ઈઝ ઈસ્ટ’ દ્વારા ફિલ્મમાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે 2002માં ‘બેન્ડ ઈઝ લાઈક બેકહમ’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે 2005માં ટધ કાન્સ્ટેન્ટ ગાર્ડનર’ અને 2007માં ‘ધ માઈટી હાર્ટ’માં કામ કર્યું હતું. તેમણે ઓસ્કાર એવોર્ડ વિજેતા ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મના પટકથા લેખક સાઈમન વ્યૂફોય લિખિત ‘યાસ્મીન’ ફિલ્મમાં પણ કામ કર્યું છે.
પંજાબીને 2004માં યાસ્મીનમાં અભિનય બદલ 2006માં આયોજીત રીમ્સ સમારંભમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો અને આજ અભિનય બદલ તેને 2005માં બર્લિન આતંરરાષ્ટ્રીય મહોત્સવમાં ‘શૂટિંગ સ્ટાર’ એવોર્ડ મળ્યો હતો. પંજાબીએ બ્રિટનની બ્રૂનેલ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.