ઓસ્ટ્રેલિયન કોર્ટે આજે એક ભારતીયને બળાત્કારના આરોપ બદલ 13 વર્ષની કારાવાસની સજા સંભળાવી છે. આ યુવક પર મેલબોર્નની યુનિવર્સિટીમાં ભણતી યુવતી પર એક વર્ષ પહેલા બળાત્કાર કર્યાનો આરોપ હતો.
અહેવાલ પ્રમાણે 27 વર્ષીય હરજોત હુન્દાલ સિંહ આ યુવતીનો હાથ ખેંચીને તેને પોતાની વાનમાં ખેંચી ગયો હતો. વાનમાં તેણે કસીને એ યુવતીના હાથ બાંધી અને તેના પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે તે યુવતી ચીસો પાડવા લાગી ત્યારે તેણે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી.
થોડા દિવસ પહેલા જ્યારે સિંઘ ઓસ્ટ્રેલિયાથી દુબઈની ફ્લાઇટમાં ફરાર થવા જતો હતો, તે સમયે જ મેલબોર્ન એરપોર્ટ પર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. સિંઘે આ 19 વર્ષીય યુવતીને નિર્વસ્ત્ર કરી તે પહેલા તેને મારી પણ હતી. બળાત્કાર કરતા પહેલા તેણે થોડીવાર વાન ચલાવી પણ હતી. વિક્ટોરિયન કાઉન્ટી કોર્ટના જજ મેરિલિન હરબિસને આ કુકર્મ બદલ તેને 13 વર્ષની સજા ફટકારી છે.