બહેરીનમાં ભારતીય મૂળની એક નોકરાણી સાથે દુર્વ્યવહાર કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ માલિકે નોકરાણીને જમવાનું કે પાણી આપ્યા વગર કેટલાંય દિવસો સુધી તાળામાં પૂરી રાખી હતી.
ભારતીય દૂતાવાસના અધિકારીઓનું કહેવું છે કે આ મહિલાએ અહીંયા આવતા પહેલા કોઈ કોન્ટ્રાક્ટ પણ સાઇન નહોતો કર્યો અને અમેરિકી દૂતાવાસને આ વિશે કોઈ જાણ પણ નહોતી કરી. ગલ્ફ ડેઇલી ન્યુઝની એક ખબરમાં કહેવામાં આવ્યું છે કે કેરળના એરનાક્યુલમ જિલ્લાની રહેવાસી લિજી જોમાનની દેખરેખ હવે તેને અહીંયા લાવનારી હ્યુમન રિસોર્સ એજન્સી કરી રહી છે.
37 વર્ષીય લિઝીને 22 ઓગસ્ટના રોજ અહીંયા લાવવામાં આવી હતી. તેને અહીંયા જમવાનું કે પાણી સુધ્ધા નહોતું અપાતું. મોટા ભાગે તેનો માલિક તેને તાળામાં જ પૂરી રાખતો હતો. જો કે આ મહિલાના પતિ ડેનીએ આ મુદ્દે ભારતીય દૂતાવાસની મદદ માંગી છે.
*