બ્રિટનમાં ભારતીય મૂળના કાયદાક્ષેત્રના એક્ઝિક્યુટિવને હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ૩૦ વર્ષીય રણજીત નાનકાણીને ગત વર્ષે ૩૦ ઓગસ્ટે નાઈટક્લબમાં ગ્રે જહોનસન સાથે ઝઘડો થયા બાદ તેણે તેના પર ગાડી ચલાવી તેની હત્યા કરી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયેલા દ્રશ્યોના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.