પ્રસિદ્ધ ભારતીય અમેરિકન ડોક્ટર તેમજ સમાજ સેવક ડો. સુધીર પારેખનું અમેરિકન કોંગ્રેસ દ્વારા તેમના અસાધારણ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું છે. પારેખનું આ વર્ષે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રભાવશાળી અમેરિકન કોંગ્રેસી ફ્રોંક પાલોને કહ્યું હતું કે, હું ડોક્ટર પારેખની સિદ્ધિ અને તેના યોગદાનની પ્રશંસા કરું છું અને એ વાતનો સ્વીકાર કરું છું કે તેમનું કાર્ય આપણા બધા માટે પ્રેરણાદાયક છે.
તેમણે જણાવ્યું હતું કે મેડમ સ્પીકર, મહેરબાની કરીને ડો. પારેખના અસાધારણ યોગદાન બદલ સન્માન કરવા માટે આખું સદન મારો સાથ આપે. પારેખ ન્યૂઝર્સીમાં સૌથી વધારે સન્માન મેળવતા નાગરિક છે. તેમજ તેનું સન્માન કરવાથી હું ગૌરવની લાગણી અનુભવું રહ્યો છું.
કોંગ્રેસ સભ્યએ વધુમાં જણાવ્યું હતું કે પદ્મશ્રી સન્માન સાથે ડો. સમીર પારખ એક માત્ર એવા ભારતીય અમેરિકન છે જેનું ઈલિસ આઈલેન્ડ મેડલ અને પ્રવાસી ભારતીયનું સન્માન મળ્યું હોય. ઈલિસ આઈલેન્ડ મેડલ અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે પ્રવાસી અમેરિકનોને સમાજ સેવા માટે આપવામાં આવે છે.