Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> NRI News
 

અમેરિકામાં ભારતીય ડોક્ટરને પાંચ વર્ષની કેદ

 
Source: Agency, Chicago   |   Last Updated 12:11 AM [IST](13/08/2010)
 
 
 
 
 
અમેરિકાની સરકારી તબીબી યોજનાઓ અને અન્ય ખાનગી તેમજ જાહેર આરોગ્યલક્ષી વીમા કાર્યક્રમોમાં ગોટાળાઓ કરવા બદલ ભારતીય મૂળના કાિર્ડઓલોજિસ્ટને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ ડોક્ટરે ખોટા તબીબી દાવાઓ દ્વારા ૧૩ મિલિયન અમેરિકી ડોલર(અંદાજે ૬૦.૯૪ કરોડ રૂપિયા) ભેગા કરી લીધા હતા.

સુશીલ શેઠ નામના શિકાગો એરિયા ફિઝિશિયનને યુએસ ડિસ્ટ્રિક્ટ જજ રેબેક્કા પોલમેયરે ગઇકાલે સજા ફટકારી હતી અને બે માસની અંદર જ તેની ૬૦ માસના જેલની સજા શરૂ કરવા આદેશ કર્યો હતો. ૫૦ વર્ષના શેઠે અગાઉ પોતાનું મેડિકલ લાઇસન્સ જમા કરાવી દીધું છે.

જાન્યુઆરી-૨૦૦૯માં તેની પર વીમાના દાવાઓમાં ગોટાળાનો આરોપ મુકાયા બાદ આરોગ્યલક્ષી ગોટાળાના આરોપસર તેને એક વર્ષ અગાઉ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.વીમાના ખોટા દાવા કરીને અંદાજે કમાયેલા ૧૩ મિલિયન અમેરિકી ડોલર પણ પાછા જમા કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. ડોક્ટરે પણ પોતાની સંપત્તિ અને ૧૧.૩ મિલિયન અમેરિકી ડોલરની રકમ પાછી આપવા સંમતિ દર્શાવી છે.

અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર ડોક્ટર શુશિલ શેઠે ત્રણ અનામી એરિયા હોસ્પિટલ ખાતે સેવાનો હક ધરાવતા હતા અને તબીબી સેવાઓ માટે મિલિયન્સ ડોલર્સ મેળવવાના ઉદ્દેશથી તેણે મેડિકેર અને અન્ય ઇન્શ્યૂરર્સ સમક્ષ હજારોવાર ખોટા દાવા કર્યા હતા. આ હેતુસર તેણે ક્યારેય સારવાર ન કરી હોય તેવા દર્દી પણ ભાડે રાખ્યા હતા. ફ્લોસમૂરમાં બિઝનેસ ઓફિસ ધરાવતા શેઠેની લાઇફસ્ટાઇલ અતિવૈભવી હતી. એરિઝોનામાં પણ તેણે મિલકતો ખરીદી હતી. તેમજ વિવિધ ક્ષેત્રમાં પણ મૂડીરોકાણ કર્યું છે.

ભારતીય મૂળના અમેરિકી ડોક્ટરે શેઠે કબૂલાત કરી છે કે ખોટા મેડિકલ દાવાઓ કરીને તેણે જાન્યુઆરી-૨૦૦૨થી લઇને જુલાઇ-૨૦૦૭ સુધીમાં અંદાજે ૧૩ મિલિયન અમેરિકી ડોલર(અંદાજે રૂપિયા ૬૦.૯૪ કરોડ) ભેગા કરી લીધા છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.