ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષના બાળક ગુરશાનસિંહની હત્યાના આરોપી ભારતીય મૂળના યુવક ગુરુસેવક ઢિલ્લોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
ઘટનાની વિગત એવી છે કે ગુરશાન નામનો આ બાળક 4 માર્ચે પોતાના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. તે સમયે તેની માતા નાહી રહી હતી. આ બનાવના છ કલાક બાદ તેનું શબ મેલબર્ન એરપોર્ટ પાસેથી મળી આવ્યું હતું.
ગુરશાન આ બાળકને ગાયબ કર્યા પછી ત્રણ કલાક સુધી તેને લઇને ગાડી ચલાવ્યા કરી, પછી કોઈ જુએ નહીં તે રીતે તેને રસ્તાની એક બાજુ ફેંકીને જતો રહ્યો હતો. તેણે એ જોવાની તસ્દી પણ નહોતી લીધી કે તે જીવતો છે કે નહીં.
ગુરશાનની માતાએ જણાવ્યા અનુસાર 21મી સપ્ટેમ્બરે ઢિલ્લોને સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.