Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> NRI News
 

ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા USA દ્રારા સ્વર્ણિમ ગુજરાતની ભવ્ય ઉજવણી કરાશે

 
Source: Ruchita Patel   |   Last Updated 12:16 PM [IST](02/09/2010)
 
 
 
 
 
સરદાર પટેલ ભવન ખાતે 15મી ઓગષ્ટની ઉજવણી કળશનું ભવ્ય સ્વાગત કરાયું.

ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટાના સરદાર પટેલ ભવન ખાતે ભારતભરમાં વિકાસમાં નંબર વન તરીકે ઉપસી આવેલ એવા ગુજરાત રાજ્યની સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે મેટ્રો એટલાન્ટા તથા પડોશી રાજ્યો એવા ટેનસી,અલાબામા અને સાઉથ કેરોલીનાના ગુજરાતી અને ભારતીય સંગઠનોના સહકાર સાથે એટલાન્ટા ગુજરાતી સમાજની હેઠળ તારીખ 11,12 સપ્ટેમ્બરના રોજ સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ કરી દેવાઇ છે.આ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા વિતરણ કરાયેલ સ્વર્ણિમ કળશ 15 ઓગષ્ટના રોજ ઓવરસીઝ ફ્રેડ્સ ઓફ ભારતીય જનતા પાર્ટી જોર્જીયાના કો-ઓર્ડીનેટર વાસુદેવ પટેલ અને ફ્રિલાન્સ પત્રકાર રૂચિતા પટેલ દ્રારા ગુજરાતી સમાજના હોલ લાવવામાં આવ્યો હતો.

કળશનો મહિમા સમજાવતાં વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની કલ્પનાથી ગુજરાતની પવિત્ર ભૂમિની માટી અને પવિત્ર નદીઓના જળ મિશ્રણથી આ કળશોનું નિર્માણ કરવામાં આવ્યું છે.ગુજરાત બહાર વિશ્વભરમાં જૂજ સંખ્યામાં આ કળશો વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં આપણે મેળવવામાં સદભાગી થયા છીએ. કળશનું પૂજન અને સ્વાગત તથા સ્વર્ણિમ ઉત્સવની ઉજવણી વધારેને વધારે થાય તેવો મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે.તેના સ્વરૂપે આ કળશ એટલાન્ટાનો ઉત્સવપુરો થયા પછી ફિનીક્સ એરીઝોના ખાતે ઓક્ટોબર માસમાં લઇ જવામાં આવશે.

સ્વર્ણિમ ગુજરાત ઉત્સવમાં ન્યુજર્સીના પ્રખ્યાત ડોક્ટર સુધીર પરીખ અને વિશ્વ ઉમિયા ટ્રસ્ટના પ્રમુખ NFIA USAના પ્રમુખ અને કેલીફોર્નિયાના ઉદ્યોગપતિ શ્રી સી.કે.પટેલ, નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના સિનિયર સાથીદારો,ગુજરાતના બે સાંસદ સભ્યો તથા અકિલા દૈનિકના મેનેજીંગ ડાયક્ટર નિમિષભાઇ ગણાતાને ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

કળશ પૂજન અને ઉજવણી સાથે સાથે સરદાર પટેલની પ્રતિમાનું લોકાપર્ણ તથા ગુજરાતી નાટકોના કલાકાર અરવિંદભાઇ જોષીનો કાર્યક્ર્મ પણ યોજવામાં આવશે. આ ઉજવણીમાં 2500થી વધુ દર્શકો પધારશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.