લંડનમાં ભારતીય મૂળની મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચોથા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલાની 2009ના નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. હત્યારાઓએ મહિલાની હત્યા કરતી વખતે તેનો એક હાથ પણ કાપી નાંખ્યો હતો.
ગીતા આલોક સનરાઇઝ રેડીઓમાં રિસેપ્સનિસ્ટ તરીકે ફરજ બજાવતી હતી. નોર્થ વેસ્ટ લંડનના ગ્રીનફોર્ડ વિસ્તારમાં તેની લોહીથી લથબથતી લાશ મળી આવી હતી. આ અગાઉ ગીતાના પતિ હરપીત આલોક સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
જસવંત સિંઘ ધીલોન નામના વ્યક્તિને ગીતાની હત્યાના આરોપ હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો, જેને શનિવારે વેસ્ટ લંડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.